Placeholder canvas

ટંકારા તાલુકાના જીવાપર ગામના નદીના પ્રવાહમાં તણાઈને આવેલ અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો.

ટંકારા તાલુકાના જીવાપર ગામના નદીના પ્રવાહમાં તણાઈને આવેલ અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે મરણ જનારની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામે ત્રણેક દિવસ પહેલાં વાકાનેરના વાલાસણ પીપળીયામાં ભારે વરસાદ પડવાના કારણે નદીના પુલીયા ઉપર પાણી ફરી વળ્યું હતું જેમાં એક બાઈક પર સવાર અજાણ્યો શખ્સ ઉમર વર્ષ અંદાજે 35 હાથમાં જે નુ ટેટુ તોફાવેલ છે એ જીવાપર ગામના સિમાડેથી નિકળતી નદીમાં મળી આવતા ટંકારા પોલીસે ડુબેલ યુવાનને બહાર કાઢી પિએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેના પરીવારજનો ની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે. ત્યારે કોઈને આમની ઓળખ મળે તો ટંકારા પોલીસ સ્ટેશનના 02822287733 ઉપર સંપર્ક કરવા ઈમ્તિયાઝભાઈ એ જણાવાયું છે.

આ સમાચારને શેર કરો