Placeholder canvas

ગુજરાતમાં ફરી પાછી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી…

હવામાન વિભાગે ગુજરાતમાં ફરી પાછી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રીય થઇ હોવાથી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ વરસશે. તો મધ્ય ગુજરાતમાં આવતીકાલે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 115.5 ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો