Placeholder canvas

ગૃહ વિભાગનું કડક વલણ ! વ્યાજખોરીના કેસમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારી સામે પગલા લેવાશે.

તમામ જિલ્લાના પોલીસ વડાને ગૃહ રાજ્ય મંત્રીએ કડક સૂચના આપી. તેમજ વ્યાજખોરી ડ્રાઇવનો કોઈ ગેરફાયદો ન ઉઠાવે તેનું ધ્યાન રાખવા નિર્દેશ કરાયો છે.

વ્યાજખોરીના કેસમાં કડક હાથે કામ લેવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુચના આપી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્ય મંત્રીએ વીડિયો કોન્ફરન્સથી 2 કલાક બેઠક યોજી હતી. જેમાં વ્યાજખોર સામેની ઝુંબેશમાં પરિણામ લાયક કેસ કરવા સૂચના આપી હતી. તેમજ વ્યાજખોરીના કેસમાં અધિકારીની બેદરકારી બદલ તેમની સામે પણ પગલા લેવા આદેશ આપ્યા હતા.

તમામ જિલ્લાના પોલીસ વડાને ગૃહ રાજ્ય મંત્રીએ કડક સૂચના આપી છે. તેમજ વ્યાજખોરી ડ્રાઇવનો કોઈ ગેરફાયદો ન ઉઠાવે તેનું ધ્યાન રાખવા નિર્દેશ કરાયો છે. સાથે જ વ્યાજખોરોથી પીડિતા લોકોને તેના પૈસા પરત અપાવવાના તમામ પ્રયત્ન કરવા પણ આદેશ કરાયો છે. આ ડ્રાઇવની કામગીરીનો રિપોર્ટ દરેક કમિશનર અને એસપીએ કરવાનો રહેશે. ડ્રાઇવ અંગેની કામગીરીનો રિપોર્ટ DG, ACS હોમ અને CID ક્રાઈમ મારફતે ગૃહ રાજ્યમંત્રીને મોકલવાનો રહેશે.

અનેક લોકોએ ફરિયાદ કરી

તો બીજી તરફ પોલીસે એક્શનમાં આવીને ગેરકાયદે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી છે. પોલીસની કામગીરીને જોતા હવે ભોગ બનનાર લોકો પણ સામે આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક કારખાનેદારે બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. તો અમદાવાદના વિરમગામમાં વ્યાજખોર ભરત ભરવાડે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો