Placeholder canvas

રાજકોટની યુવતી પર ભાવનગરના શખ્સનું લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ…

રાજકોટમાં અભ્યાસ કરતી એક યુવતીને ભાવનગરના યુવક સાથે સોશિયલ મીડિયામાં પરિચય થયા બાદ બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તેમજ એકબીજા સાથે મોબાઈલમાં વાતચીત કર્યા બાદ મુલાકાત પણ થતી હતી.આ યુવકે યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ મામલે યુવતી સાથે શખ્સે સબંધ તોડી નાખ્યા બાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ વિગતો મુજબ,રાજકોટ કાલાવડ રોડ પર રહેતી અને અભ્યાસ કરતી 23 વર્ષની યુવતીના ચારેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે ભાવનગરના ઉમરાળામાં રહેતા રાજદીપસિંહ પ્રવિણસિંહ ગોહિલનો સંપર્ક થયો હતો.ત્યારબાદ બંને સોશિયલ મીડિયા પર વાતચીત કર્યા બાદ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી

ત્યારબાદ મોબાઈલ પર વાતચીત થતી હતી.થોડા સમય બાદ બન્ને વચ્ચે મુલાકાત થતી હતી અને તેઓ એકાંત માણવા ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલા હેપ્પી અવર્સ કેબિન પાર્લરમાં જતા હતા.ત્યાં રાજદીપસિંહે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે બળજબરી કરી અનેક વાર શરીર સબંધ બાંધ્યો હતો.તેમજ ઉમરાડા તેમના વતનમાં લઇ જઇ ત્યાં પણ બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ યુવતીએ લગ્ન કરવાની વાત કરતા રાજદીપસિંહે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને સંપર્ક કાપી નાખતા યુવતીએ પરિવારને વાત કરી મહિલા પોલીસ મથકમાં આવી ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો