Placeholder canvas

હડમતિયા કન્યા શાળાની 6 વિધાર્થીનીઓએ NMMSની પરીક્ષા પાસ કરી.

ટંકારા તાલુકાના હડમતિયા ગામની કન્યા તાલુકા શાળામા અભ્યાસ કરતી બંને વિધાર્થીનીઓએ વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાયેલ નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષામાં કુલ ૭ વિદ્યાર્થીમાંથી ૬ વિદ્યાર્થીનિઓ પાસ થયેલ છે.

ડાભી દિવ્યા રણજીતસિંહ કુલ ગુણ ૧૮૦ માંથી ૧૪૬ ગુણ સાથે ટંકારા તાલુકામાં પ્રથમ અને મોરબી જિલ્લામાં ચતુર્થ નંબર મેળવીને શાળાનું તેમજ હડમતિયા ગામનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત ચાવડા ગાયત્રી હેમંતભાઈ ૧૧૭ ગુણ સાથે મેરિટમાં સ્થાન મેળવેલ છે. આ બંને વિધાર્થીનીઓને હડમતિયા ગ્રામજનોએ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

કપ્તાનના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://chat.whatsapp.com/8E3k5K5WX36GM3d0SSxQrO

તમારા મોબાઈલમાં 9879930003 આ નંબર કપ્તાનના નામે સેવ કરી લેજો… જો એવું નહીં કરો તો સમાચાર ખુલશે નહીં જેમની નોંધ લેશો…

આ સમાચારને શેર કરો