Placeholder canvas

સિંધાવદર: ગાત્રાળનગર પ્રાથમિક શાળાની વિધાર્થીની જીયા મકવાણાએ તાલુકામાં 5માં સ્થાન સાથે NMMS પરીક્ષા પાસ કરી.

વાંકાનેર સિંધાવદર ગામના પેટાપરા ગાત્રાળનગર પ્રાથમિક શાળાની વિધાર્થીની જીયા મકવાણાએ NMMS પરીક્ષા પાસ કરીને વાંકાનેર તાલુકાના મેરીટ લીસ્ટમાં 5 મું સ્થાન મેળવેલ છે.

ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી અભ્યાસ કરતી જીયા મહેશભાઈ મકવાણા હંમેશા શાળામાં આગળ પડતા સ્થાને જ રહેલ છે. હાલ તે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. NMMS પરીક્ષામાં તે 119 માર્ક સાથે પાસ થયેલ છે. જે જિલ્લામાં 63 માં ક્રમે અને તાલુકામાં 5 મા ક્રમે સ્થાન ધરાવે છે.

જીયા એ ખૂબ જ મહેનતું વિદ્યાર્થીની છે. જે શાળાના દરેક કાર્યક્રમમાં હંમેશા ભાગ લે છે. અને શ્રેષ્ઠ દેખાવ પણ કરે છે. એક સામાન્ય પરિવારમાંથી આવે છે જેની મમ્મી આંગણવાડી વર્કર તરીકે તથા પપ્પા મજૂરી કામ કરે છે. જેને આ કામમાં તેની મમ્મીની મહેનત ખૂબ જ અગત્યની છે સાથોસાથ શાળાના તમામ સ્ટાફને પણ ખૂબ જ મહેનત કરેલ છે. આ તકે જીયા મકવાણા પોતાના આગળના અભ્યાસમાં ખૂબ સફળ થાય અને તે પોતાનો ધ્યેય સિદ્ધ કરે તેવી શુભેચ્છા સાથે શાળા પરિવાર તથા આચાર્ય ઝાકીર શેરાસીયા તરફથી ખુબ ખુબ અભિનંદન…

કપ્તાનના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://chat.whatsapp.com/8E3k5K5WX36GM3d0SSxQrO

તમારા મોબાઈલમાં 9879930003 આ નંબર કપ્તાનના નામે સેવ કરી લેજો… જો એવું નહીં કરો તો સમાચાર ખુલશે નહીં જેમની નોંધ લેશો…

આ સમાચારને શેર કરો