મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના વતની નાયબ પોલિસ અધિક્ષક કે.ટી.કામરીયાનો આજે જન્મદિવસ

આજના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવાની લાડકવાયી પુત્રીની જીદને પણ વશ થયા વિના આમ જનતાની સુરક્ષા માટે ફરજ પર નૈતાન રહ્યા

ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામના વતની હાલ અમદાવાદ ગ્રામ્ય, સાણંદ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક શ્રી કે.ટી. કામરીયાનો આજ રોજ જન્મદિવસ છે. કે.ટી. કામરીયા સાહેબનો જન્મ હડમતિયા ગામનાં ખેડૂતપુત્રને ત્યાં તા. ૩૧ મે ૧૯૬૮ના રોજ થયો હતો.

શ્રી કે.ટી. કામરીયાની જીવન સફર જોઈએ તો તેમણે પી.એસ.આઈ થી માંડીને નાયબ પોલિસ અધિક્ષકનો હોદો સંભાળીને અનેક કપરા ચઢાણનો સામનો કરીને અનેક ચમ્મરબંધીઓને જેલ હવાલે કરી સફળ કામગીરી બજાવીને ભ્રષ્ટાચારીઓને બેનકાબ કર્યા છે. ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં પાટીદાર ખેડુતપુત્રને ત્યાં જન્મેલ નાયબ પોલિસ અધિક્ષક કે.ટી. કામરીયા ગુજરાત પોલિસમાં ફરજ બજાવી અનેક મર્ડર, લુંટફાટ, ભ્રષ્ટ અધિકારીઓ, બુટલેગરો, હિસ્ટ્રીશીટરો, જમીન માફિયાઓ, જેવા અનેક ચમરબંધીઓને જેલ હવાલે કરીને કાયદાના પાઠ ભણાવ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં બહુચર્ચિત બાળકોને ગોંધી રાખવાના ચકચારી પ્રકરણમાં સ્વામિ નિત્યાનંદને પકડવા માટે સીબીઆઈ સુધી મદદ માટે દોડધામ કરી ઈન્ટરપોલની મદદ લઈ આ મામલામાં સાધ્વીઓની ધરપકડ કરી બેનકાબ કર્યાં છે તેમજ લાશના કટકા કરેલ બે પોટલા ભરેલ લાશનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી કાઢી મર્ડર કરનાર ગુનેગારને જેલ હવાલે કરી દિધેલ છે. હાલમાં તાજેતરમાં જ અસ્લાલી વિસ્તારના કાસીન્દ્રા ગામમાં શાકભાજી વાવીને ગુજરાન ચલાવતી વિધવાનો મૃતદેહ આવવારુ કુવામાંથી શોધીને ગણતરીની કલાકોમાં હત્યારાઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

કે.ટી. કામરીયાએ ACB માં પણ નવ વર્ષ ફરજ બજાવી કેટલાય મોટા માથાઓને જેલના સળીયા ગણતા કર્યા છે. આમ, ટુકડા થયેલી લાશનો ભેદ હોય કે પછી દુષ્કર્મની વાત તેઓએ નિષ્ઠાથી ફરજ બજાવી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પ્રસંશનીય તેમજ વરિષ્ઠ અેમ બે પોલિસ વિભાગની કામગીરી કરી બે વાર “રાષ્ટ્રપતિ પોલિસ મેડલ” મેળવી ચુક્યા છે. મોરબી તેમજ સૌરાષ્ટ્રની ધરાનું નામ રોશન કર્યું છે ત્યારે આજના જન્મદિવસ નિમિતે જાંબાજ અોફિસરને શુભેચ્છાનો ધોધ વરસી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

હાલ અમદાવાદ જેવા મહાનગરમાં કોરોના COVID 19 કહેર છે ત્યારે નાયબ પોલિસ અધિક્ષક પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના કોરોના વોરિયર્સ નાયબ પોલિસ અધિક્ષક શ્રીએ જાહેર જનતાની ચિંતા કરી પોતાના પરિવારથી દુર રહી દેશની સેવામાં સતત કાર્યશીલ રહયા છે. કોરોના વોરિયર્સ નાયબ પોલિશ અધિક્ષક પોતાના સ્‍વાસ્‍થ્‍ય માટે સજાગ રહે તે પણ ખુબ જરૂરી છે. કોરોના વોરિયર્સ તરીકે મહત્વની ભુમિકા અદા કરી ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમના “વન પ્રવેશ”થી તેમના ખુશમિજાજ સ્વભાવના કારણે બહોળું મિત્ર સર્કલ, શુભચિંતકો, સગા-સ્નેહીજનો, પરિવારજનો તેમજ પોલિસ સ્ટાફ દ્વારા કામરીયા સાહેબની બોપલ સ્થિત ઓફિસ પર તેમના મોબાઈલ નંબર પર જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.

નાયબ પોલિસ અધિક્ષક શ્રી કે.ટી. કામરીયાને. દ્રારા જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… happy birthday

ઉલ્લેખનિય છે કે કોરોના COVID 19 દેશ આખો મહામહારીનો સામનો કરી રહ્યો છે ત્યારે આમજનતાની સલામતી માટે અમારી જવાબદારી મોટી હોય છે. આજના જન્મદિવસની માહિતી આપતા અંતમા એક ઉચ્ચ નાયબ પોલિસ અધિક્ષકે જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારીમાં પોલિસ ખાતાકિય જવાબદારી હોવાથી આજનો મારો બર્થ ડે પણ પરિવાર સાથે નહી મનાવી શકુ. કોરોના જેવી પરિસ્થિતીમાંથી આપણો દેશ પસાર થઈ રહ્યો હોય ત્યારે માદરે વતન મોરબી આવવું મારા માટે મુશ્કેલ બન્યું છે. ત્યારે જાણે મોરબી પ્રત્યેની તેમની અનહદ આત્મ્યતાની ભાવના ટપકતી હોય તેમ મોરબીવાસીઓને યાદ કરી ” Stay Home Stay Safe” સુત્રનું ઉચ્ચારણ કરતા આત્મ્યતાની ભાવના ટેલિફોનીક દ્વારા તેમના અંગત મિત્રને રજુ કરી હતી

આ સમાચારને શેર કરો