મોરબી જીલ્લાના DDO એસ.એમ.ખટાણા નિવૃત થતા નવા DDO તરીકે પરાગભાઈ ભગદેવની નિમણુંક કરાઇ

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા 31મી મે ના રોજ વયનિવૃત થઇ રહ્યા છે.તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છ આઇએએસ અધિકારીઓની બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદના એડિશનલ કલેકટર પરાગભાઈ ભગદેવની મોરબીમાં ડીડીઓ તરીકે બદલી કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો