સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો, વૃક્ષો ધરાશાયી, પતરા ઉડ્યા…
ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગોંડલ અને અમરેલીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
ગોંડલના હવામાનમાં પલટો જોવા મળ્યો છે. તો ગાજવીજ સાથે વરસાદી પડતા જ વાતાવરણ બદલાઈ ગયું હતું. ગોંડલ વિસ્તારમાં અમી છાંટણા જોવા મળ્યા હતા. ગોંડલ તાલુકાના ભુણાવા, ભરૂડી, રિબળા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યા છે.
અમરેલીના ધારી પંથકના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી પડ્યો છે. વીરપુર, માધુપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદે પગલે ઉનાળુ પાક તેમજ કેરીના પાકને નુકસાનની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમરેલીના ખાંભા પંથકના ગામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો. આ વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.
બોટાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે. બપોર બાદ અસહ્ય ગરમીના બફારા બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ભારે વરસાદને કારણે બોટાદમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. તો રૂફ ટોપ, હોર્ડિંગ અને પતરા પણ ઉડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય બન્યું છે. જે આવતીકાલે 1 જૂનના લો પ્રેશર ડિપેશનમાં પરિવર્તિત થશે. 2 જૂનના ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ આગળ વધશે. 3 જૂનના ગુજરાતના અને મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આ લો પ્રેશર 3 જૂનના વાવાઝોડું બની ગુજરાતના દરિયા કિનારે પહોચશે. જેના બાદ 4 અને 5 જૂનના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લા ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. 3 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા ભારે વરસાદી ઝાપટા આવશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…