ગુજરાત: એપ્રિલમાં દરરોજ સરેરાશ 53 કેસ નોંધાય, માત્ર 16 દિવસમાં કોરોના પોઝિટીવનો આંકડો 855
ગુજરાતમાં કોરોનાના કાળનું ચક્ર ફરી વળ્યું છે અને કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે એક જ દિવસમાં ગુજરાતમાં કોરોનાના ૧૬૩ કેસ નોંધાયા હતા અને તેની સાથે જ કુલ કેસનો આંક હવે ૯૨૯ થઇ ગયો છે. ગુજરાતમાં ૩૧ માર્ચ સુધી કોરોનાના કુલ ૭૩ કેસ હતા અને મૃત્યુઆંક ૬ હતો. પરંતુ એપ્રિલના ૧૬ દિવસમાં જ કોરોનાના ૮૫૫ કેસ નોંધાયા છે અને ૩૦ના મૃત્યુ થયા છે. આમ, આ સ્થિતિએ એપ્રિલમાં દરરોજના સરેરાશ ૫૩ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
એપ્રિલના માત્ર 16 દિવસમાં કોરોનાનો વિસ્ફોટ
ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો અને ત્યારથી લઇને ૩૧ માર્ચ સુધી ગુજરાતમાં કુલ ૭૪ કેસ હતા. આમ, માર્ચમાં દરરોજના સરેરાશ ૬ કેસ નોંધાઇ રહ્યા હતા. માર્ચના અંતે અમદાવાદમાં ૨૩ કેસ હતા પરંતુ ૧૬ એપ્રિલ સુધી કુલ કેસનો આંક હવે ૫૪૫ થઇ ગયો . આમ, એપ્રિલના ૧૬ દિવસમાં ૫૨૨ કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં એપ્રિલ માસમાં દરરોજના સરેરાશ ૩૨ વ્યક્તિને કોરોના થઇ રહ્યો છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટમાં પણ કોરોનાના કેસમાં ભારે વધારો જોવા મળ્યો છે. વડોદરામાં ૩૧ માર્ચ સુધી ૯ જ્યારે ૧૬ એપ્રિલ સુધી ૧૨૮ કેસ થઇ ગયા છે. સુરતમાં માર્ચની સરખામણીએ એપ્રિલમાં કેસના આંકમાં લગભગ ૯ ગણો વધારો થયો છે. ૩૧ માર્ચ સુધી ૧૦ કેસ હતા અને ૧૬ એપ્રિલ સુધી તે ૮૮ સુધી પહોંચ્યો છે.
ગુરૂવારે એક જ દિવસમાં 163 કેસ
ગુજરાતમાં ગુરૂવારે એક જ દિવસમાં કોરોનાના ૧૬૩ કેસ નોંધાયા હતા. આજના એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. આજે મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ૧૮૨, મહારાષ્ટ્રમાં ૧૬૫ કેસ નોંધાયા હતા. કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મહારાષ્ટ્ર ૩૦૮૧ સાથે મોખરે છે. આ યાદીમાં દિલ્હી ૧૫૭૮ કેસ સાથે બીજા, તામિલનાડુ ૧૨૬૭ સાથે ત્રીજા સ્થાને છે. આમ, ભારતમાં જે કેસ નોંધાયા છે તેમાંના ૨૩.૪૫% મહારાષ્ટ્રમાં અને ૭.૦૭% ગુજરાતમાં નોંધાયા છે.
મૃત્યુમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે
કોરોનાથી જે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે તેમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. અત્યારસુધી મહારાષ્ટ્રમાંથી સૌથીવધુ ૧૮૭ના, મધ્ય પ્રદેશમાંથી ૫૩ના અને ગુજરાતમાંથી ૩૬ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યારસુધીના પોઝિટિવ દર્દીઓની ંસંખ્યા ૯૨૯ છે. આ પૈકી ૮ વેન્ટિલેટર પર છે જ્યારે ૮૧૨ સ્ટેબલ છે અને ૭૩ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦૬ના લેબોરેટરી ટેસ્ટ કરાયા છે અને તેમાંથી ૧૬૩ પોઝિટિવ-૧૫૪૩ નેગેટિવ આવેલા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…