મોરબીમાં વધુ બે લોકોને શંકાસ્પદ લક્ષણો જણાયા, કુલ ૪ લોકો આઈસોલેશનમાં

મોરબીની સિવિલ હોસ્પિટલમાં બુધવારે પાંચ લોકોને શંકાસ્પદ લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા જેના તમામના દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો તો વધુ ચાર દર્દીઓને શંકાસ્પદ લક્ષણો જણાતા આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે .

ગુરુવારે વધુ બે વ્યક્તિમાં શંકાસ્પદ વ્યક્તિને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે મોરબીના જાંબુડિયા ગામના ૩૯ વર્ષના યુવાન અને ગ્રીન ચોકના ૬૨ વર્ષના વૃદ્ધમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા બંનેને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કર્યા છે તો મોડી રાત્રીના ઉમાટાઉનશીપમાં રહેતા યુવાન અને લીલાપર આવાસમાં રહેતી ૩૧ વર્ષની મહિલ્નાએ શંકાસ્પદ લક્ષણો જણાતા આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા ચારેયના સેમ્પલ લઇ જામનગર ખાતે મોકલવામાં આવ્યા છે સાંજ સુધીમાં ચારેયના રીપોર્ટ આવી જશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો