રાજકોટ: ઝનાના હોસ્પિટલને સરકાર દ્વારા 100 બેડની મંજૂરી: બાંધકામ સપ્ટેમ્બરમાં શરૂ કરાશે.

રાજકોટ: શહેરની ઝનાના હોસ્પિટલમાં બાંધકામ આગામી સપ્ટેમ્બર માસમાં શરુ કરી દેવાશે. તેમ જણાવી જિલ્લા કલેક્ટર અરુણ મહેશકુમાર બાબુએ ઉમેર્યું હતું કે આ હોસ્પિટલમાં મહિલાઓ અને બાળકો માટેના 100 બેડની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. આ ઝનાના હોસ્પિટલના બાંધકામ માટે રાજ્ય સરકારના અંદાજપત્રમાં પણ જરુરી રકમની ફાળવણીની જોગવાઈ કરવામાં આવી છે.

આ હોસ્પિટલનું બાંધકામ સપ્ટેમ્બરમાં શરુ થઇ નિશ્ચીત સમય મર્યાદામાં પરિપૂર્ણ થાય તે માટે જરુરી આયોજન ઘડી કાઢવામાં આવેલ છે. આ ઝનાના હોસ્પિટલનુ બિલ્ડીંગ આધુનિક અને નમુનેદાર બનાવવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલનું બાંધકામ બજેટના અભાવે અને કોરોના કાળને પગલે સમયસર શરુ થઇ શકેલ ન હતું. હવે રાજ્ય સરકાર દ્વારા આ માટે અંદાજપત્રમાં જરુરી રકમની ફાળવણી થતા આગામી સપ્ટેમ્બરથી ઝનાના હોસ્પિટલનું બાંધકામ શરુ કરવામાં આવનાર છે.

આ સમાચારને શેર કરો