Placeholder canvas

રાજકોટ ડેરીમાં રાદડિયાનો દબદબો યથાવત: ગોરધન ધામેલિયા ચેરમેન તરીકે રિપીટ.

રાજકોટ જિલ્લાની બે સહકારી સંસ્થાનાં હોદ્દેદારોની ટર્મ પૂરી થતાં 5 એપ્રિલનાં રોજ ડેપ્યુટી કલેક્ટર દ્વારા બંને સંસ્થાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી અને આ તારીખો જાહેર થતાની સાથે જ સહકારી ક્ષેત્રનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. રાજકોટ ડેરીનાં ચેરમેનની ચૂંટણી આજરોજ યોજાઈ, જેમાં રાજકોટ ડેરીનાં ચેરમેન ગોરધન ધામેલિયા ફરીથી ચેરમેન પદ પર રિપીટ થયા છે.

ચેરમેન ગોરધન ધામેલિયાની ટર્મ 11 એપ્રિલનાં રોજ પૂર્ણ થતી હતી ત્યારે ચેરમેન પદ પર ફરીથી તેમનું નામ ચર્ચાતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ચૂંટણી પહેલા એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ કે, ડેરીના ચેરમેન પદ માટે સહકારી ક્ષેત્રના માંધાતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જે કહે તે ફાઈનલ ગણવામાં આવશે. આ ડેરીના સુકાની પદ માટે ભાજપ દ્વારા વિશેષ સહકારી સેલ પણ ઊભુ કરવામાં આવ્યુ હતુ અને ગોરધન ધામેલિયાની રીપીટ થવાની સંભાવનાઓ પણ પ્રબળ દેખાઈ રહી હતી.

આ સમાચારને શેર કરો