વાંકાનેર માટે રાહતના સમાચાર: કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ ડોક્ટર અને લેબોરેટરી સંચાલકનો રીપોર્ટ નેગેટિવ

વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા 62 વર્ષીય જીતુભા બી. ઝાલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વાંકાનેરમાં કોરોનાની એન્ટ્રી થતાં જ મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ સહિતના તંત્ર કામે લાગી ગયા હતા અને જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયો છે તે અરૂણોદય સોસાયટીને સંપુર્ણ કોર્ડન કરી સોસાયટીના 42 મકાનોમાં રહેતા 258 લોકોને સાવચેતી ભાગરૂપે હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.

વાંકાનેરમાં નોંધાયેલ કોરોના પોઝિટિવ દર્દીએ પોતાની પ્રાથમિક સારવાર વાંકાનેરના બે ડૉક્ટર ડૉ. જયવીરસિંહ ઝાલા અને ડૉ. ઍ.જે. મસકપુત્રા તથા લેબોરેટરી સંચાલક પારસભાઈ વરણીયાને તાત્કાલિક હોમ ક્વોરોન્ટાઈન કરી તેમના સેમપલ લઈને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા જેનો આજે રીપોર્ટ નેગેટિવ આવતા તંત્ર અને વાંકાનેરના નાગરિકોએ રાહત અનુભવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો