skip to content

રાહતનાં સમાચાર : ‘મહા’ વાવાઝોડું ગુજરાત પહોચતા નબળું પડી જશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7મી નવેમ્બરે આ વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દીવથી પોરબંદરનાં દરિયા કિનારે ત્રાટકશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. જોકે, આપણા માટે એક રાહતનાં સમાચાર એ છે કે રાજ્ય તરફ આવતા આ વાવાઝોડું નબળું રહેશે. ગુજરાતનાં દરિયા કિનારાને યેલો એલર્ટ આપવામાં આવ્યો છે. હાલ આ વાવાઝોડું 720 કિલોમીટર વેરાવરળથી દૂર, દીવથી 770 કિમી દૂર જ્યારે પોરબંદરથી 670 કિમી દૂર છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7મી નવેમ્બરે આ વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દીવથી પોરબંદરનાં દરિયા કિનારે ત્રાટકશે. જોકે, આજે મંગળવાર આ વાવાઝોડાની ચાલની ખબર પડશે. આજથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. આ સાથે બંગાળની ખાડીમાં અન્ય એક વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે.

‘મહા’ વાવાઝોડાની અસરથી આગામી ચાર દિવસ વરસાદી માહોલ વચ્ચે વરસાદની શક્યતા છે. તારખી 6થી 8 નવેમ્બર દરમિયાન ભારે પવન સાથે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારો આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ, તાપી, સુરત ભરૂચ, વડોદરા, નર્મદા, સુરેન્દ્રનગર,જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ખેડવા ગયેલી બોટોને મોટાભાગે પરત બોલાવી લીધી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઇ છે. આ સાથે રાજ્યનાં તાતને પણ પોતાનો પાક બગડવાની ચિંતા છે.

આ મહા વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સમગ્ર રાજ્યમાં 15 બીજા રાજ્યોની NDRFની ટીમ સાથે કુલ 30 NDRFની ટીમ તૈયાર છે. મહત્વનું છે કે, માછીમારી કરવા ગયેલી 12600 બોટમાંથી 12000 જેટલી બોટ પરત આવી છે. જ્યારે બાકી રહેલી બોટ આજે રાત સુધીમાં પરત આવી જશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો