Placeholder canvas

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વિકલાંગ કિશાનપુત્રએ તૈયાર કરેલ મગફળીનો પાક પાણીમાં જ સળીને રાખ થઈ ગયો

By Ramesh Thakor -Hadmatiya વર્ષો પહેલા અકસ્માતમાં એક હાથ અને એક પગ ગુમાવી ચુકેલા ભરતભાઈ ડાકા હિંમત હાર્યા વિના જ ખેતીકામ કરે છે પણ આ વર્ષે કમોસમી વરસાદની થાપટથી મગફળીનો તૈયાર થયેલો પાક પાણીમાં જ ગરકાવ થઈને સળી ગયો. ત્યારે લાડકવાયી પુત્રીની વેદનાની વિસ્તૃત વધુ વિગત જોઈએ….

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની ભરતભાઈ વાલજીભાઈ ડાકા જેઓ એક કિશાનપુત્ર હોવાથી ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ભરતભાઈના ઘેર શેર માટીની દિકરાની ખોટથી ભાઈનો દિકરો દતક લીધેલ તેમજ લક્ષ્મી સ્વરુપે ૪ દિકરીઓ છે ત્યારે ધો.૧૧ સાયન્સમાં એ – ગૃપમાં અભ્યાસ કરતી લાડકવાયી દિકરીના અધુરા સ્વપ્ન પુરા કરવા માતા-પિતાએ તનતોડ મહેનત કરીને પાક તૈયાર કર્યો.પણ લાડકવાયી દિકરીને કયા ખબર હતી કે મારા વિકલાંગ પિતાએ તૈયાર કરેલો મગફળીના પાકનો મોંઢે આવેલ કોળીયો છીનવાઈ જશે..?

અને મારા પિતાએ મને ઉચ્ચ અધિકારી કે ડોકટર, ઍન્જીનિયર બનાવવાના જોયેલા ઓરતા અધુરા જ રહી જશે..? આજ આ દિકરી વેકેશન ગાળવા જયારે પિતાના ઘેર આવી ત્યારે ખેતરમાં જ પલળીને નાશ થયેલ પાકના પાથરા ફંફોળીને આંખના આંસુ પાંપણમાં જ સમાવીને જોઈ રહી છે અને વિચારી રહી છે કે મારા માતા-પિતાઓ મને ડોકટર કે એન્જીનિયર બનાવવાનું સ્વપ્ન જોયુ છે તે કેમ પુરુ કરશે..?

આમ એક વિકલાંગ પિતાએ તનતોડ મહેનત કરીને દિકરીને ભણાવવાના સ્વપ્ન જોયા હતા તે એક ઝાંઝવાના જળ સમાન બનીને જ રહી જશે કે શું….? દિકરીની આંખોમાં આવેલ આંસુ એક પાંપણમાં જ રહી જતા એક ભાવના સભર ભાવુક દ્રશ્યથી મારી આંખો પણ ભીની થઈ ગઈ. ન જાણે આવી અનેક કિશાનપુત્રોની લાડકવાયી પુત્રીઓ આ કમોસમી વરસાદનો ભોગ બની આગળ ભણવાના તેમજ સરકારશ્રીની “કન્યા કેળવણી સાક્ષરતા અભિયાનના” ના સ્વપ્ન અધુરા જ રહીને કહાની બની જશે કે શું…? તે તો બસ સમય જ બતાવશે

(ઍક કિશાનપુત્રીના આંખોના આંસુના ભાવુક દ્રશ્યોમાંંથી)

રમેશ ઠાકોર…✍

જુઓ વિડિયો…..

કપ્તાનની youtube ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પ્રેસ કરો…..

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો