Placeholder canvas

મોરબી: પોણા છ કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરતી SOG

મોરબી: સમગ્ર દેશમાં નશાના કારોબાર અને નશાની દુનિયાની ચર્ચા ચરમસીમાએ છે. તેવામાં નશીલા પદાર્થોનું નેટવર્ક હવે મહાનગરો પૂરતું મર્યાદિત હોય તેવું નથી. સૌરાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં પણ નશાનું દુષણ ઘર કરી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. આજે મોરબી સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગાંજાના નેટવર્ક પર તાટકી હતી. SOGએ બાતમીના આધારે પાડેલા એક દરોડામાં પોણા છ કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આમ મોરબી જિલ્લામાં નશાના નેટવર્કને ડિકોડ કરવામાં સફળતા મળી છે.

મળેલી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમે રેન્જ ડીઆઈજી સંદીપ સિંઘે આપેલી સૂચનાઓ અને મોરબી એસપી એસ આર ઓડેદરાની સૂચનાથી પીઆઈ જે.એમ.આલ સહિતની ટીમને ગાંજાના નેટર્વકનો પર્દાફાશ કર્યો છે. જેમાં એસોજી ટીમના સતીશ ગરચરને ગાંજાનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે ગઈકાલે મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર 214માં રેડ કરી હતી જે રેડ કરવામાં આવી હતી. આ રેડમાં આશારામ વાલજીભાઇ હડીયલ ઉ.વ. 28, ધંધો- મજુરી, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, મકાનનં-214, રાજુભાઇના મકાનમાં, મોરબી-2 મુળ ગામ ધ્રાંગધ્રા એ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં નશીલા પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજોનો જથ્થો રાખ્યો હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડામાં  ગાંજાનો 5 કિલો અને 719 ગ્રામ કિ.રૂ.57190 નો જથ્થો વેચાણ કરવા માટે રાખી તેમજ ગાંજાની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં કરેલો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા વેચાણના રૂપિયા 3500 અને વજન કરવા માટે ઉપયોગ કરેલ એક ડીજીટલ વજન કાંટો કિ.રૂ.500 પ્લાસ્ટીકની નાની પેકીંગની કોથળી સહિત કુલ રૂ63,190 ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર મળી આવ્યો હતો.

જો કે આરોપીનો કોરોના રિપોર્ટ કર્યા બાદ વિધિવત ધરપકડ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એકટ હેઠળ બી ડીવીઝન પોલીસમથકમાં ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ સીટી બી ડિવીઝનના પીએસઆઇ આર.બી. ટાપરીયા એ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો