વાંકાનેર:જાગનાથ ગ્રુપ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં વિઘ્નહર્તાને ૫૬ ભોગની પ્રસાદી.
વાંકાનેર શહેરમાં શેરીએ ગલીએ વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે વેલનાથપરામાં આ વર્ષે પ્રથમવાર જાગનાથ ગ્રુપ દ્વારા દુંદાળા દેવનું દસ દિવસનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમા રોજ સાંજે સમગ્ર લતાવાસીઓ બહોળી સંખ્યામાં આરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુંભવે છે. રોજ રાસ ગરબા, ધૂન તેમજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ગણેશોત્સવના સાતમા દિવસે જાગનાથ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તાને મિષ્ટાન, નમકીન કઠોળ , સહિત અલગ અલગ ૫૬ ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને સૌ કોઈએ ૫૬ ભોગના પ્રસાદનો લાભ લીધો હતો.