Placeholder canvas

વાંકાનેરમાં વધુ એક વ્યક્તિ પાણીમાં ડુબી: 5 દિવસમાં 4 ઘટના બની.

તીથવાના બોર્ડ પાસે આસોઇ નદીમાં અમરસરનો એક યુવાન પાણીમાં ડૂબી ગયો..

વાંકાનેર: વાંકાનેર પીપળીયા રોડ ઉપર તીથવા ના બોર્ડ પાસેથી પસાર થતી આસોઇ નદીમાં અમરસરનો એક યુવક પાણીમાં તણાયો.

મળતી માહિતી મુજબ અમરસર ગામના રહેવાસી દેવશી રમેશભાઈ દેગામા ઉંમર વર્ષ આશરે 22 આજે સવારે 11 વાગ્યાની આસપાસ અમરસર ગામથી આગળ અને તીથવા ના બોર્ડ પાસેથી પસાર થતી આસોઇ નદીમાં નાહવા (બીજી મળતી માહિતી મુજબ મચ્છી પકડવા) ગયો હતો. જે તિથવાના બોર્ડ પાસેથી પાણીમાં તણાઈ ગયા હોવાની ઘટના ઘટી છે. વધુ મળતી માહિતી મુજબ તે આ નદીના પ્રવાહમાં આગળ ખેંચાઈને લાલશાહ પીરની દરગાહ પાસે પસાર થતી આસો નદી ઉપર કુબાઍ જવાના રસ્તા ઉપર બનાવેલ કોઝવે સુધી તણાઈ આવવાની શક્યતાઓ છે અને ત્યાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં મળેલ નથી.

અત્રે ઉલ્લેખનીય છે આજે વહેલી સવારે ખેરવા પંથકમાં સિંધાવદર સુધી ખૂબ સારો વરસાદ પડ્યો હતો જેના કારણે આ યુવક તીથવા ના બોર્ડ પાસે આસો નદીમાં પડ્યો હતો ત્યારે ઉપરથી અચાનક વધુ પાણી આવી જતા તે આ પાણીના પ્રવાહમાં તણાઈ ગયાના સમાચાર મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં નદીમાં ડૂબવાની આ ચોથી ઘટના ઘટી છે. આસો નદીમાં બે ઘટના અને મચ્છુ નદીમાં બે ઘટના ઘટી છે. જેમાં મચ્છુ નદીમાં ડુબેલા બનેની ડેડબોડી મળી આવી છે, જ્યારે આસો નદીમાં રાતીદેવડી ખાતે ડૂબેલ મહેન્દ્ર હજુ સુધી મળેલ નથી. જયારે આજે અમરસરનો ડુબેલા દેવશીની પણ શોધખોળ ચાલુ છે. આમ આ વર્ષે નદીના પાણીએ વાંકાનેરમાં ચાર વ્યક્તિનો ભોગ લીધો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો