વાંકાનેર: ભોજપરામાં દારૂડીયા ભુદાએ સરપંચ ઉપર હુમલો કર્યો.
વાંકાનેર: મોટા ભોજપરા ગામના સરપંચ યુનુસભાઇ શેરસિયાએ દારૂ પી દંગલ કરતાં ભુદાને ગાળો ન બોલવાનું કહેતા ભુદાઍ સરપંચ પર હુમલો કર્યો હતો.
વાંકાનેર તાલુકાના મોટાભોજપરાના સરપંચ યુનુસભાઈ હસનભાઈ શેરશીયએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભુદો મારાજ સરાણીયા રહે મોટા ભોજપરા ગામ વાળો દુકાન સામે દારૂ પી તોફાન કરતો હતો અને ગાળો બોલતો હતો તેમને ગાળો બોલવાની ના પાડતા ભુદાઍ સરપંચ ઉપર હૂમલો કરીને મોઢા પર મુકો મારતા સરપંચના મોઢામાંથી લોહી નીકળ્યું હતુ અને મોઢામાંના બે દાંત હલી ગયા હતા.
મળતી માહિતી મુજબ મોટા ભોજપરા સરપંચ યુનુશભાઈ શેરસીયાએ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈને વાંકાનેર પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસ સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…