Placeholder canvas

રાજ્યમાં પેટા ચૂંટણીની જાહેરાત: જાણો કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી

ગાંધીનગર: ગુજરાતની આઠ બેઠક પર પેટા-ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આ તમામ બેઠક પર આગામી ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે 10મી નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. ચૂંટણી જાહેરાત થતાં જ બંને પાર્ટી તરફથી જીતના દાવા કરવામાં આવ્યા છે.

ધારાસભા બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ તા.3 નવેમ્બરે આ તમામ બેઠકો પર મતદાન થશે અને બિહારની સાથે જ તા.10 નવેમ્બરનાં રોજ પરીણામ જાહેર થશે.

ગુજરાતમાં કોંગ્રેસનાં ધારાસભ્યોનાં રાજીનામાથી ખાલી થતી આઠ બેઠકો અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કરજણ અને કપરાડાની બેઠકો પર તા.9 ઓકટોબરથી ઉમેદવારી નોંધાવાનું શરૂ થશે અને તા.16 સુધી ઉમેદવારી કરી શકાશે. તા.17 ના રોજ ચકાસણી તા.19 ઓકટોબર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે અને ત્યારબાદ બિહારની જેમ જ ડીજીટલ પ્રચાર શરૂ થશે તા.1 નવેમ્બરના પ્રચાર પડઘમ શાંત થશે અને તા.3 નવેમ્બરનાં રોજ મતદાન અને તા.10 નવેમ્બરમાં પરીણામ જાહેર થશે.

ગુજરાતનો પેટા ચૂંટણી કાર્યક્રમ
*9 ઓકટોબરે જાહેરનામુ
*16 ઓકટોબર સુધી ફોર્મ ભરી શકાશે
*19 ઓકટોબર સુધીમાં પાછા ખેંચી શકાશે
*3 નવેમ્બરે મતદાન
*10 નવેમ્બરે પરિણામ

કઈ બેઠક પર ચૂંટણી યોજાશે:

લીંબડી, મોરબી, અબડાસા, ગઢડા, ધારી, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકોની પેટાચૂંટણી યોજાશે.

અબડાસા: આ બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વિજેતા થયા હતા. તેમણે વિકાસ ન થતો હોવાનું કારણ ધરી અને પોતાની મૂળ પાર્ટી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ બેઠક પર તેઓ ઉમેદવાર માનવામાં આવે છે.

કપરાડા: કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી આ બેઠક પર ધારાસભ્ય હતા.જોકે, તેમને દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા માનવામાં આવે છે અને તેઓ કૉંગ્રેસમાંથી લોકસભા પણ લડ્યા હતા.

કરજણ : કરજણ બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર અક્ષય પટેલ વિજેતા થયા હતા. તેમણે પણ કૉંગ્રેસનો સાથ છોડીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. અક્ષય આ બેઠક પર ભાજપના ઉમેદવાર માનવામાં આવે છે.

ગઢડા : ગઢડા બેઠક પરથી ભાજપના મંત્રી આત્મારામ પરમારને હરાવીને પ્રવિણ મારૂ વિજેતા થયા હતા. મારૂએ પણ રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસને અલવિદા કહેતા આ બેઠક ખાલી પડી હતી.

મોરબી: મોરબી બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં મૂળ ભાજપના જ નેતા એવા બ્રિજેશ મેરજા જીત્યા હતા. મેરજાએ કૉંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જોકે, આ બેઠક પર ભાજપના જ ઉમેદવાર કાંતિ અમૃતિયાએ શું કરશે? એ જોવાનુંં રહ્યું

ધારી: આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જે.વી.કાકડિયાનો વિજય થયો હતો.તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસ છોડી અને ભાજપનો ખેંસ ધારણ કરી લેતા અહીંયા પેટા ચૂંટણી યોજાશે.

લીંબડી: લીંબડી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાની જીત થઈ હતી. જોકે, તેઓ મૂળ જનસંઘી અને ભાજપી છે અને તેમણે કૉંગ્રેસનો સાથ છોડી દીધો છે. જોકે, તેઓ વિધાનસભાની પેટાચૂંટણી ભાજપમાંથી લડશે કે નહીં તે નિશ્ચિત નથી.

ડાંગ : ડાંગના ધારાસભ્ય ડૉ.મંગળ ગાવિતે કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી સીટ છોડી હતી. જોકે, મંગળ ગાવિત ભાજપમાં જોડાયા નથી. આ બેઠક પર ભાજપ ઉમેદવાર ન ગોઠવે અને ગાવિતને ટેકો આપે તેવી વકી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો