Placeholder canvas

ગઢડા ગોપીનાથજી મંદિરમાં એસ.પી.સ્વામીએ હરીજીવનદાસ સ્વામીને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

ગઢડા ગોપીનાથજી મંદિર છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણને લઈને વિવાદમાં છે. છેલ્લા 2 દિવસથી મંદિરના ચેરમેનને લઈના વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે એસ.પી.સ્વામીએ મંદિરના ચેરમેન હરીજીવનદાસ સ્વામીને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમની હરીજીવનદાસ સ્વામીએ એસ.પી.સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

એસ.પી.સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી
હરીજીવનદાસ સ્વામી બહાર ગામથી રાત્રીના સમયે પરત આવતા વહીવટી બોર્ડની ઓફીસમાં એસ.પી.સ્વામી, ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી અને પાર્ષદ રમેશ ભગત બેઠા હતા. ત્યારે પાર્ષદ રમેશ ભગત ચેરમેન હરીજીવનદાસની ખુરશીમાં બેઠા હતાં. ત્યારે ઓફિસમા આવેલા હરીજીવનદાસ સ્વામીને ત્રણેયે બેફામ ગાળો આપવા લાગ્યા હતાં.

રમેશ ભગતના સમર્થનમાં એસ.પી. સ્વામીએ હરજીવનદાસ સ્વામીની પાસે આવીને ગાળો આપીને લોફો ઝીંકી દીધો હતો અને એસ.પી. સ્વામી સહિતના ત્રણેયે હરીજીવનદાસ સ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે હરીજીવનદાસ સ્વામીએ એસ.પી.સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે દેવ પક્ષના હરીજીવનદાસ સ્વામીને ફરી ચેરમેન બનાવવામાં આવ્યાં હતા. 2 દિવસ પહેલા આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગતને ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ વિવાદ થતાં કાલે મંદિર ખાતે દેવપક્ષના ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ હતી. જેમાં બહુમતી સાથે હરીજીવન સ્વામીને ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી હતી.

હરિજીવનદાસ સ્વામીએ આક્ષેપ કરતા જણાવ્યું કે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલી નિમણૂક ગેર બંધારણીય હતી. આચાર્ય પક્ષને ફક્તને ફક્ત મંદિરની તિજોરી ઉપર જ નજર છે અને સત્સંગ સમાજને ગેર માર્ગે દોરે છે.

આ સમાચારને શેર કરો