Placeholder canvas

વાંકાનેર: રાજકોટનો બુટલેગર બાઉન્ટ્રી પાસેના તેના ફાર્મ હાઉસ પાસેથી ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા આંતર જિલ્લાના ઈંગ્લીશ દારૂના ગુનામાં ફરાર કુખ્યાત પ્રોહીબિશન બુટલેગર ફીરોઝ ઉર્ફે ફીરીયાને તેના ફાર્મ હાઉસ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમના પેટ્રોલીંગ દરમ્યાન રાજકોટ ગ્રામ્ય, શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ફીરોઝ ઉર્ફે ફીરીયો હાસમભાઇ મેણુ (ઉ.વ. 38, રહે. રાજકોટ)ને વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓનેસ્ટ હોટલની સામે આવેલ તેના ફાર્મ હાઉસ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસે આરોપી ફિરોઝની ધોરણસર અટક કરી અને પોલીસ સ્ટેશને લાવી વધુ પુછપરછ કરી હતી. તેમજ પોલીસે પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતા રાજકોટ ગ્રામ્ય, લોધીકા પોલીસ સ્ટેશન, ગોંડલ સીટી તથા રાજકોટ સીટી, આજીડેમ પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુનામાં પણ નાસતો ફરતો હોવાનું જણાય આવેલ છે. બાદમાં પોલીસે આરોપીને શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો