રાહુલ ગાંધીને કોથમીને મેથીમાં શું ફેર એ ખબર નથી -CM, હે મુખ્યમંત્રી કરયુ અને રપટામાં શુ ફેર એ તમે કહો -કાગથરા

જય જગતાત

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂત કયદાને લઈ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીને નથી સમજાતું કે મેથી અને કોથમીરમાં શું ભેદ હોય છે. રૂપાણીના આ નિવેદન પર કૉંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાએ પણ પલટવાર કર્યો છે.

ટંકારા ના ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત કગથરા એ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપર પલટવાર કરતા કહ્યું હતું કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી તમને ખબર છે કે કરયુ અને રપટામાં શો ફેર છે, જોતર અને સિકલું કોને કહેવાય ? તમને સાતિ નાડતા આવડે છે ? તમને ખબર છે કે મગફળીનો પોપટો જમીનમાં થાય છે કે છોડવામાં ? તમે કોઈ દિવસ પાણી વાર્યુ છે ? તમને ખબર છે મકાઈ નો ડોડવો કેવી રીતે થાય છે ? સાહેબ સાવ ગાડી વાતો રાહુલ ગાંધીના નામે શું કામ કરો છો ? તમને ખબર નથી ખેડૂતના સાચા પ્રશ્નોની ?

આમ આજે પોતે ભરે જ્ઞાની હોય અને રાહુલ ગાંધી જાવ ભોપા હોય એવું બતાવવામાં મુખ્યમંત્રી અરે ફસાયા હતા અને લલિત કગથરા એ તેમના પર તમતમતો પલ્ટવાર કર્યો હતો. બાકી તો આખા ગુજરાત જાણતા હૈ કોનામાં કેટલું જ્ઞાન હૈ…!!! અહીંયા એટલું શીખવા જેવું ખરું કે જેમાં આપને જાજો ટપો ન પડતો હોય તેમાં કૂદી ન પડાય…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •