આવતી કાલે સિપાઇ સમાજ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં નિ:શુલ્ક મેડીકલ સારવાર કેમ્પ

રાજકોટ : સિપાઇ સમાજ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા રાજકોટમાં આવતીકાલે માઉન્ટેન મસ્જીલ હોલ, પોપટપરા, સેન્ટ્રલ જેલ પાછળ સવારે 9 થી 12 વાગ્યા સુધી કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી વિના મુલ્યે મેડીકલ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જરુરીયાત મુજબ દવાઓ પણ દર્દીઓને ફ્રી આપવામાં આવશે.

આ કેમ્પમાં કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ રાજકોટના ડાયરેકટર ડો. આર. જે. કડીવાર, ફેફસાં, હૃદય, ડાયાબીટીસ, બીપી, શ્વાસ, તાવ, થાઇરોઇડ, કમળો, લીવરની બીમારીઓ, પેરાલીસીસ વગેરે રોગો તથા મેડીસીનને લાગતા તમામ રોગોના નિદાન માટે ડો. મોહસીન લુલાણીયા હેલ્થ પ્લસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ જુનાગઢ અને ડો. ધવલ અજમેરા કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ રાજકોટ નાક, કાન અને ગળાને લગતા તમામ રોગોના નિષ્ણાંત સર્જન ડો. ઉમંગ શુકલા, પ્રસુતિ અને સ્ત્રી રોગનાં નિષ્ણાંત સર્જન ડો. બીપીન કાનાણી અને ડો. શહેનાઝબેન કડીવાર, પિતાશય, એપેન્ડીક્ષ, સારણગાંઠ, વધરાવળ, હોજરી-પ્રોસ્ટેટ પેટના દર્દો, કીડની તથા પથરીના દર્દો, હરસ-મસા-ભગંદર, રસોળી-કપાસી વગેરેનું સર્જન, ડો. મયુર શુકલા (એમ.એસ. જનરલ સર્જન), હાડકાં, સાંધા, સાઇટીકા, કમરનાં દુ:ખાવા, સાંધાના દુ:ખાવા સહીતના હાડકાંને લાગતા તમામ રોગોના નિદાન માટે, ડો. મતીન લાખાણી ડી.ઓર્થો. વેદાંત મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલ રાજકોટ,

મોં, દાંત અને જડબાને લગતા તમામ રોગોની સારવાર માટે ડો. મોઇન પટ્ટણી (બી.ડી.એસ.-દાંતના સર્જન) પ્રાર્થના ડેન્ટલ હોસ્પિટલ-રાજકોટ, બાળકોનાં તમામ રોગોનાં નિષ્ણાંત ડો. રાજન કામદાર (ડી.સી.એચ. પીડીયાટ્રીક) તથા જનરલ ફિઝિશ્યન ડો. મુસ્તાક કાદરી સાહેબ, ડો. અબ્દુલકાદીર જાદવ, ડો. સમીલ ચૌહાણ, ડો. અંજુમન ચૌહાણ, ડો. અવેશ ચૌહાણ સેવા આપશે. આ કેમ્પમાં હૃદયરોગનાં દર્દીઓને ડોકટરને જરુર જણાયે ઇસીજી વિનામુલ્યે કરી આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો