વાંકાનેર: નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિતના ચાર જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર નજીક મચ્છુ નદીના કાંઠે જાહેરમા જુગાર રમતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત ચાર આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ મથકના પો.ઈન્સ કે.એમ.છાસીયા તથા સર્વેલન્સ ટીમ તથા પો.સ્ટેના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર ને ખાનગી રીતે મળેલ બાતમીના આધારે વાંકાનેર સીટીમાં ગાભા વાળી શેરીમા મચ્છુ નદીના કાંઠે જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા રેહમતભાઈ કરીમભાઈ ચૌહાણ, ફારૂકભાઇ હાસમભાઇ માંડલીયા, અબાસભાઇ વલીભાઇ અને વાંકાનેર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજાને રૂપીયા ૧૧,૦૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ચારેય ઈસમો વિરુધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ સમાચારને શેર કરો