Placeholder canvas

વાંકાનેર: જડેશ્વર પાસેથી સ્વીફ્ટ કારમાં દારૂની 84 બોટલ સાથે બે ઝડપાયા 

વાંકાનેર તાલુકા પોલીસે જડેશ્વર પાસેથી બાતમીને આધારે સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલા બે આરોપીઓને ઝડપી લઈ જુદી-જુદી બ્રાન્ડની 84 બોટલ દારૂ અને સ્વીફ્ટ કાર સહીત રૂ.3,45,600નો મુદામાલ કબ્જે કર્યો હતો.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે જડેશ્વર જતા રોડ ઉપર આવેલ આકાશ આઇસ ગોલા સામે વોચ ગોઠવી સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો લઈને નીકળેલા પ્રધ્યુમનસિંહ ઉર્ફે પ્રદીપસિંહ અનોપસિંહ વાધેલા, રહે. મોટી ચણોલ તા.પડધરી જી- રાજકોટ અને જયરાજસિંહ ઉર્ફે પીન્ટુ બળવંતસિંહ જાડેજા, રહે. મોટી ચણોલ તા.પડધરી જી- રાજકોટ વાળાને ઝડપી લઈ રૂપિયા 31,200ની કિંમતની 60 બોટલ રોયલ ચેલેન્જ અને 14,400ની કિંમતની ઓલ સીઝન દારૂની 24 બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 3 લાખની સ્વીફ્ટ કાર સહિત કુલ રૂ.3,45,600નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો