વાંકાનેર: લુણસરમાં વાડીના સેઢે ફેન્સીંગ માટે સીમેન્ટના થાંભલા ખોડવા બાબતે થઈ મારામારી
વાંકાનેર : લુણસરમાં વાડીના સેઢે ફેન્સીંગ માટે સીમેન્ટના થાંભલા નાખવા મામલે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં બે ત્રણ વ્યક્તિઓને ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ફરિયાદી શામજીભાઇ મગનભાઇ ધોરાણીયા જાતે પટેલ ઉ.વ.૫૮ રહે લુણસર તા.વાંકાનેર વાળાએ આરોપીઓ પંકજભાઇ ખીમજીભાઇ કોળી ,ખીમજીભાઇ ખોડીદાસભાઇ કોળી ,દિનેશભાઇ લાલજીભાઇ કોળી , મણીલાલ ખોડીદાસ કોળી રહે. બધા લુણસર તા. વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલે તા.૧૧ ના રોજ લુણસર ગામની સીમમાં આવેલ ચારવાડી નામની વાડીના સેઢે બનેલા આ બનાવમાં ફરીયાદીની બાજુમાં આરોપીઓની વાડીની જમીન આવેલ હોય જેમા આરોપીઓ માપણી શીટ વગર ફરીયાદીની વાડીના સેઢા પાસે સીમેન્ટના થાંભલા નાંખતા હોય જે બાબતે ફરીયાદીએ આરોપીઓને થાંભલા નાંખવાની ના પાડતા આરોપીઓને સારૂ નહી લાગતા ઉશકેરાઇ જઇ જેમ ફાવે તેમ ગાળો આપી લોખંડના પાઇપવતી સાહેદ ભીખાભાઇ મગનભાઇને જમણા પગના નળા પાસે મારતા ફેકચર જેવી ઇજા કરી તેમજ ફરીયાદી તથા સાહેદોને શરીરે ઢીકાપાટુનો માર મારી તેમજ લાકડીઓ વતી શરીરે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.