મોરબી: આજે સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું.!
મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે મોસમમાં અચાનક પલ્ટો આવ્યો હતો. અને વહેલી સવારે જ કમોસમી વરસાદનું ઝાપટું પદી ગયુ હતું. જેથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા. જો કે છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડી ઘટી હતી. પણ આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ બંધાતા ફરી ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.
છેલ્લા બે ત્રણ દિવસથી કડકડતી ઠંડીમાં બ્રેક લાગી ગઈ હતી અને ઠંડીનું જોર ધટી ગયું હતું. સવાર સાંજના સમયને બાદ કરતાં એકંદરે થોડી ગરમી જેવું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે આજે વહેલી સવારે વાતવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને સવારે 7 વાગ્યાની આસપાસ કમોસમી વરસાદ પડ્યો હતો અને આશરે દસ મિનિટ જેવો સમય સુધી કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.જેથી માર્ગો ભીના થઈ ગયા હતા.