વાંકાનેરના ધમલપર ગામે કબડ્ડીમાં સ્ટેટ લેવલે વિજેતા થયેલ વિદ્યાર્થિનીના હસ્તે ધ્વજવંદન કરાયું
રાજ્ય લેવલે કબડ્ડીમાં વિજેતા થતા ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું.
વાંકાનેર : ૨૬ જાન્યુઆરી પ્રજાસતાક દિવસ નિમિત્તે ધમલપર ગામે પ્રાથમિક શાળામાં ધ્વજવંદનના કર્યક્રમ દરમિયાન ધમલપર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ચૂકેલ તેમજ કબડ્ડી સ્પર્ધામાં રાજ્ય લેવલે વિજેતા બનેલ વિશાખા સારલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ પ્રાથમિક શાળા તથા ગ્રામજનો દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
વિશાખા સારલા પોતાનો પ્રાથમિક અભ્યાસ ધમલપર-૨ પ્રાથમિક શાળામાં કર્યો હતો ત્યારે પણ તે કબડ્ડીની અનેક સ્પર્ધામા ભાગ લઈ વિજેતા થયેલ ત્યારબાદ હાલ તે વાંકાનેરની કે.કે.શાહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યારે તાજેતરમાં જ ગોધરા ખાતે યોજાયેલ રાજ્ય લેવલની રમત ગમત સ્પર્ધમાં કબડ્ડીમાં મોરબી જિલ્લાની જિલ્લા ટિમ વતી રાજ્ય લેવલે વિજેતા થઈ હતી.
ત્યારે ગ્રામજનો તેમજ શાળાના આચાર્ય દ્વારા પ્રજાસત્તાક પર્વ 2022 ની ઉજવણી પ્રસંગે “દીકરીની સલામ દેશને નામ” કાર્યક્રમ અંતર્ગત કબડ્ડીમ સ્ટેટ લેવલ વિજેતા બનેલ વિશાખના હસ્તે ધ્વજવંદન તેમજ સન્માન કરી દેશની દીકરી દીકરા સમાન બધા ક્ષેત્રે આગળ આવી દેશ તેમજ ગામનું ગૌરવ વધારે તેનો ઉત્તમ ઉદાહરણ આપી અન્ય દીકરીઓના વાલીઓને પ્રેરણા મળે એ હેતુથી “બેટી બચાઓ બેટી પઢાઓ” સૂત્રને સાર્થક કરી દેશની દીકરીનું સન્માન કરી અન્ય દીકરીઓને પણ પ્રોત્સાહિત કરી હતી.
આ પ્રસંગે ધમલપર-૨ પ્રાથમીક શાળાના આચાર્ય અરવિંદભાઈ પટેલ , ઉપ સરપંચ કાળુભાઈ, શાળા વ્યવસ્થા સમિતિના ધનજીભાઈ દેત્રોજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.