મોરબી જીલ્લાના વતની ડીવાયએસપી કે.ટી.કામરીયાનું ડીજીપી કચેરી ગાંધીનગરમાં પોસ્ટિંગ

દયાનંદ સરસ્વતીની જન્મભુમિ ટંકારાનું નામ રોશન કરનાર નાયબ અધિક્ષકને ચો તરફથી શુભેચ્છા

By રમેશ ઠાકોર – હડમતીયા
મોરબી જીલ્લા તેમજ ટંકારા તાલુકાનું નામ રોશન કરનાર હડમતિયા ગામના ખેડૂતપુત્રને ત્યાં જન્મેલા અને ઉચ્ચ પોલિસ અધિકારીઓમા સ્વચ્છ છબી ધરાવતા તેમજ માદરે વતન મોરબી જીલ્લાનું નામ ગુંજતું કરનાર કર્મનિષ્ઠ બાહોશ કડક તેમજ મિલનસાર સ્વભાવ ધરાવતા અમદાવાદ ગ્રામ્ય સાણંદ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક કે.ટી. કામરીયાને ભારતના મહામહિમ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવા બદલ પોલીસ મેડલ તેમજ વિશિષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત થઇ ચુક્યા છે.

ગુજરાત પોલીસ વિભાગમા સર્વ શ્રેષ્ઠ કામગીરી કરતા શ્રી કે.ટી કામરીયાને નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનિટરીંગ સેલમાં ડીજીપી કચેરી ગાંધીનગર ખાતે નિમણૂક થવા બદલ મોરબી જીલ્લામાં તેમજ માદરે વતન હડમતિયામા ખુશીની લહેર જોવા મળેલ. સાથે તેવો રાજ્યમાં ઉત્કૃષ્ટ સેવા આપતા રહે અને હડમતિયા ગામનુ નામ રોશન કરતા રહે તેવી શુભેચ્છા પાઠવે છે.

આ સમાચારને શેર કરો