મોરબી જિલ્લામાં 88 લોકોએ લોકડાઉનનો ભંગ કર્યો: ગુન્હો નોંધાયો
મોરબી : સમગ્ર દેશમાં લાગુ થયેલા લોકડાઉન સાથે જ મોરબીમાં પણ જાહેરનામાનો અમલ શરૂ કરાવવામાં આવ્યો હતો. જો કે આજે લોકડાઉનના 14માં દિવસે મોરબી જિલ્લામાંથી 88 લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ ભંગ કારનાર લોકો મોરબી સીટી. એ.ડીવી. વિસ્તારમાં 26 લોકો, બી ડીવી. પોલીસ મથક વિસ્તારમાં 16, મોરબી તાલુકામાં 2, વાંકાનેર સીટી.માં 8, વાંકાનેર તાલુકામાં 14, માળીયા મી.માં 3, ટંકારામાં 13 અને હળવદમાં 6 લોકો વિરુદ્ધ લોકડાઉનના જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી તમામ સામે કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોરોનાની મહામારીને કાબુમાં લેવા તંત્ર દ્વારા 24 માર્ચથી જ લોકોને સેંકડો વખત અપીલ કરવામાં આવી હોવા છતાં લોકો પરિસ્થિતિની ગંભીરતાને ન સમજતા અને ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે હવે પોલીસ પણ લોકડાઉનનો ભંગ કરનાર તમામ લોકો સામે કાળક થઈ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/H1qbExReKZ94dUC0AhI65L
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…