Placeholder canvas

રાજ્યના આ જિલ્લાઓમાં પાંચ દિવસ યલો એલર્ટની આગાહી: તાપમાન 44 ડિગ્રીને પાર કરશે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફુકાય રહ્યા છે.ગરમ અને સૂકા પવનને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. અગામી 5 દિવસ હિટવેવ રહેશે. 2 થી 3 ડીગ્રી મહત્તમ તાપમાન ઊંચું જશે.

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની અસર થશે. દક્ષિણ ગુજરાતમાં પણ હિટવેવ રહેશે. સુરત, વલસાડ, સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા જિલ્લામાં હિટવેવ રહેશે. અને યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

હિટવેવની આગાહી સાથે હિટવેવમાં લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ સલાહ આપવામાં આવી છે. હિટવેવ હોય ત્યારે લાંબો સમય તાપમાં બહાર રહેવું નહિ. 12 થી 4 વાગ્યા કામ વગર ઘરની બહાર નીકળું જોઈએ નહીં. પાણી વારંવાર પીવું જોઈએ. જેના કારણે ડી હાઇડ્રેશનથી બચી શકાય.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો