Placeholder canvas

ગુજરાતની નામાંકિત કંપની એગ્રીલેન્ડ બાયોટેકને બેસ્ટ બાયો ઇનોવેશન એવોર્ડ એનાયત

ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કાર્યરત અને ભારતની ખ્યાતનામ કંપની એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ ખેતીમાં વપરાતા જૈવિક દવા અને ખાતરનું ઉત્પાદન કરે છે જે જૈવિક ક્ષેત્રે ભારતમાં પાયોનિયર કહી શકાય તેવું તેમનું યોગદાન છે.એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ કંપની 1994 થી જૈવિક પાકસરક્ષણ અને પોષણમાં પોતાનું યોગદાન આપી ભારતની ખેતીમાં એક નવો રાહ ચીંધ્યો છે અને કંપની દર વર્ષે પોતાનું નેટવર્ક અને પ્રોડક્ટ રેન્જમાં વિકાસ કરી રહી છે.ગુજરાતનો લગભગ દરેક ખેડૂત આ કંપની અને તેના પ્રોડકટથી પરિચિત છે.

ગત તારીખ 20 અને 21 એપ્રિલના રોજ દિલ્હી ખાતે યોજાયેલા અને BioAg asia દ્વારા આયોજિત એવોર્ડ એનાયત કાર્યક્રમમાં ગુજરાતની કંપની એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડને બાયોલોજીકલ પ્રોડક્ટ્સમાં ખૂબ સરસ કાર્ય કરવા બદલ BioAg Innovation કેટેગરીમાં BioAg Asia Award 2022 એનાયત કરી બહુમાન કરેલ છે જે ગુજરાત ઉપરાંત સમગ્ર ભારત દેશ માટે ગૌરવની બાબત છે.ઉપરોક્ત કાર્યક્રમમાં એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ કંપનીના ડાયરેકટર શ્રી ડૉ. મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવોને સંબોધન કરતા કંપની પ્રોફાઈલ અને ખેતીમાં જૈવિક દવા ખાતરના મહત્વ બાબતે પ્રકાશ પાડ્યો હતો.

બીજા દિવસના એવોર્ડ એનાયત સમારંભમાં એગ્રીલેન્ડ કંપનીના બિહાર, દિલ્હી રાજ્યના ઇન્ચાર્જ શ્રી અતુલ શ્રીવાસ્તવના વરદ હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.આ તકે એગ્રીલેન્ડ કંપની પરિવાર અને કંપની સાથે જોડાયેલા સમગ્ર નેટવર્ક માટે ગૌરવની ઘડી છે તેમજ એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ અતુલ શ્રીવાસ્તવે ગૌરવની આ ઘડી વખતે કંપની સાથે જોડાયેલા સૌનો આભાર વ્યક્ત કરી અને બાયોલોજીકલ ફિલ્ડમાં કંપની હંમેશા નવું અને ગુણવત્તા સભર આપી ખેતીની સમસ્યાનું સમાધાન આપવાની ખાતરી આપી હતી.

આપણાં વાંકાનેરમાં એગ્રીલેન્ડ કંપનીના અધિકૃત વિક્રેતા તરીકે ખેતી ડોટ કોમ કામ કરી રહ્યું છે અને કંપનીના અધિકારી ગની પટેલે આ ગૌરવ ભરી માહિત કપ્તાનને પહોંચાડી હતી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો