Placeholder canvas

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 300 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ

ભારતમાં નશાના કારોબારના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્તે આપરેશ કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગસ ઝડપી પાડ્યુ છે. આ ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ 300 કરોડ રુપિયા છે. મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવવામાં આવતુ હતુ. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ ગુજરાત ATS અને DRIના સંયુક્ત ઓપરેશન થકી કંડલામાંથી અંદાજે 3000 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અફઘાનિસ્તાનથી પાવડરની આડમાં લાવવામાં આવતો હતો.

ગુજરાત એટીએસ પાસે ચોક્કસ માહિતી હતી કે, પાકિસ્તાનના કરાંચીથી અલહજ નામની બોટ નીકળી છે. જેમાં મોટા પ્રમાણમાં હેરોઇનનો જથ્થો છે. જે બાદ આ માહિતી કોસ્ટ ગાર્ડને પણ આપવામાં આવી. જેથી એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ જણાવેલ સ્થળ પર ગઇકાલ રાતથી પેટ્રોલિંગમાં હતી.

આ બોટે પાકિસ્તાન વિસ્તારમાં જવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જે કારણે કોસ્ટગાર્ડની ટીમે ફાયરિંગ પણ કરવું પડ્યુ હતુ. જે બાદ બોટનો પીછો કરીને તેને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાં 9 પાકિસ્તાનીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો