કચ્છમાં કોરોનાથી પ્રથમ મોત : માધાપરના 62 વર્ષીય દર્દીનું થયુ મૃત્યુ

કચ્છમાં કોરોના વાયરસના કુલ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી માધાપર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ નીપજ્યૂ છે.

આ વૃદ્ધનો ગત 5 એપ્રીલે કોરોના વાયરસનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ તેમની પત્ની અને પુત્રવધૂનો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોના વાયરસના સંક્રમણના કારણે કચ્છમાં પ્રથમ મૃત્યુ થયું છે. મૃતકની ડેડબોડી નિયમ મુજબ ખાસ આવરણમાં પેક કરી ભુજમાં ખારીનદી સ્મશાન ગૃહે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વૃદ્ધને ચેપ ક્યાંથી લાગ્યો તેનો સોર્સ હજી સુધી મળ્યો નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો