skip to content

આગાહી: દેશમાં ચોમાસું સામાન્ય રહેશે,ચોમાસામાં સરેરાશ 100% વરસાદ પડશે. 

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે ચાલુ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેનું પૂર્વાનુમાન કર્યું છે. 2020નું ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. ચોમાસામાં સરેરાશ 100% વરસાદ પડશે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે સરેરાશ વરસાદ 100 ટકા પડશે જેમાં પાંચ ટકા ઓછા કે વધુ વરસાદ પડી શકે છે.

નોંધનીય છે કે, ચાર મહિનાના દક્ષિણ પશ્ચિમ ચોમાસું દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર ચાર મહિનાનું રહે છે અને દર વર્ષે કેરળથી શરૂ થાય છે. દેશમાં કોરોનાના કેસ અને લૉકડાઉનની વચ્ચે આ પૂર્વાનુમાન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ખેડૂતો દર વર્ષે સારા ચોમાસાની રાહ જોતા હોય છે. ખેડૂતો માટે આ સારા સમાચાર આવ્યા છે.

આ સમાચારને શેર કરો