લોકડાઉનમાં પણ યુવક પત્નીને અમદાવાદથી લઇ આવ્યો: ગુનો દાખલ

વાંકાનેર : વાંકાનેરના જોધપર ગામમાં રહેતો એક યુવક અમદવાદ પિયર ગયેલી પત્નીને લઇ આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતા ગઈકાલે તા. 15 એપ્રિલના રોજ બંને વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ચિરાગભાઈ જીતુભાઈ પરમાર (ઉ.વ. 32) ગત તા. 13ના રોજ પોતાની ઇકો ગાડી લઈને તેની પત્ની વર્ષાબેનને અમદાવાદ નિકોલ ખાતેથી તેના પિયરેથી તેડી આવ્યા હોવાની જાણ થતા પોલીસ અને આરોગ્યની ટીમ જોધપર ગામ ખાતે દોડી ગઇ હતી અને આરોગ્ય તપાસણી કરી અને બંનેને હોમ કોરેન્ટાઇન રહેવા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું છે. તેમજ સરકારી તંત્રની પરવાનગી વગર ચિરાગભાઈ તેની પત્નીને વર્ષાબેનને અમદાવાદથી વાંકાનેર લઇ આવી કોરોનાનું સંક્રમણ વધે તેવું બેદરકારીભર્યું કૃત્ય કરતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો