પોલમપોલ: રાજકોટની 14 કોવિડ હોસ્પિટલમાંથી 10 હોસ્પિટલ પાસે NOC જ નથી !

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાના પડઘા રાજકોટમાં જોવા મળ્યા.રાજકોટ મહાનગરના ફાયર ઓફિસરોએ કોવિડ હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધર્યું..જ્યાં એનઓસી મામલે ચીફ ફાયરના ઓફિસરે જણાવ્યું કે શહેરની 14 કોવિડ હોસ્પિટલમાંથી ફક્ત 5 હોસ્પિટલ પાસે જ એનઓસી છે. જ્યારે 10 જેટલી હૉસ્પિટલ પાસે એનઓસી નથી. હવે અમદાવાદમાં આગની ઘટના ઘટતા NOC માટેની અરજી કરેલી છે.

જે હોસ્પિટલઓએ એનઓસી નથી લીધી ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે…. તેમજ તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે… જે હોસ્પિટલ પાસે એનઓસી નથી અને ત્યાં કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદારી હોસ્પિટલના સંચાલકોની રહેશે.

ત્યારે સવાલ એ થાય છે કે અમદાવાદમાં આગની ઘટના ઘટી ત્યારે રાજકોટમાં તંત્ર હરકતમાં આવ્યું છે, આ હોસ્પિટલો આજકાલ થી શરૂ થયેલ નથી વર્ષોથી ચાલી રહી છે, ત્યારે સવાલ ઍ થાય છે કે અત્યાર સુધી તંત્ર કયા માખી મારતું હતું ? ખરેખર હાલમાં જેમને માંગણી કરી છે તેમને સ્થળ પર ચેક કરી એન.ઓ.સી. આપવું જોઈએ અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવી જોઈએ. આ ઉપરાંત સમગ્ર શહેરમાં તપાસ થવી જોઇએ શું આપણે ઘટના ઘટયા પછી જ જાગવાનો સિલસિલો યથાવત રાખવાનો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો