skip to content

રાજકોટ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ અત્યાર સુધીમાં 24 મૃતદેહ મળ્યા…

રાજકોટ : રાજકોટ સયાજી હોટલ પાછળ ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ ભભુકતા સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 મૃતદેહ મળ્યા છે, આ કરુણાંતિકાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને વિગતો મેળવી છે આ દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરી છે,

દરમિયાન આ દુર્ઘટનાને પગલે ગેમ સંચાલક ભૂગર્ભ ઉતરી ગયો છે, ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ જાડેજા હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે હાલમાં રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ અપાય છે ફાયર સેફટી સહિતના તમામ બાબતે તમામ ગેમ ઝોનની તપાસ થશે.

અત્યાર સુધીમાં 24 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યું, કોઈના પણ મૃતદેહ ઓળખી શકાય તેમ ન હોય ડીએનએ તપાસ બાદ જ ઓળખ થશે.

રાજકોટ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ…. વિડીયો જોવા માટે નીચેની લિંક ક્લિક કરો….

https://www.instagram.com/reel/C7ZWXJgoGs9/?igsh=dXAxNzQ4aHNlOGE1

આ સમાચારને શેર કરો