‘ICU બન્યું સ્મશાન’: રાજકોટમાં 5 દર્દીઓ કોરોના સામે લડતા લડતા આગમાં ભૂંજાયા
રાજકોટના માલવિય નગર વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ હૉસ્પિટલના ICUમાં મોડી રાત્ર આગ ભભૂકી, તંત્ર બચાવ મોડમાં
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા.
આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ થવાના કારણે લાગ્યો હતો. જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોનાં મોત થયા છે. આ મામલા પર રાજ્યના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. ICU વોર્ડમાં જ્યારે આગ લાગી ત્યારે તેમાં 11 દર્દી સારવાર લઈ રહ્યા હતા જેમાંથી 5 દર્દીનાં મોત થયા છે. નોંધનીય છે કે પ્રાથમિક દૃષ્ટિએ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય એવું કહેવામાં આવી રહ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે ઘટનાને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જે કોઈ પણ આ ઘટના મામલે કસૂરવાર હશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
મીડિયા સાથેની વાતચીતમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ના તબીબ ડૉ તેજસ કરમટા એ જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં અમારી હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી. અમારી હોસ્પિટલ પાસે ફાયર એનોસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. સમગ્ર આગજનીની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગજની નો બનાવ બનવા પામ્યો છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે જગ્યાએ આગજની નો બનાવ બન્યો હતો તે આઇસીયુની પણ મુલાકાત લીધી હતી. આઇસીયુ ની મુલાકાત બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટનામાં પાંચ જેટલા દર્દીઓના મોત નીપજ્યા છે જે પણ ઘટના બની છે તે ખૂબ જ દુઃખ જ છે તો સાથે જ ઘટના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત સંપર્કમાં છે. આગજનીના બનાવ માં મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ રામસિંહભાઈ નીતિનભાઈ બદાણી રસિકલાલ અગ્રાવત સંજય રાઠોડ તેમજ કેશુ અકબરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એફ.એસ.એલ.ની ટીમને પણ મદદ લેવામાં આવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…