Placeholder canvas

એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં આગ: પાટણના પ્લાન્ટમાં આગ લાગતા દોડધામ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા પાસે આવેલા એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં વધુ એકવાર આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. ભીષણ આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. નોંધનીય છે કે, સોલારપાર્કમાં ફાયર ફાઈટરની કોઈ સુવિધા ન હોવાના કારણે આજે સાંતલપુર અને રાધનપુરથી ફાયર ફાઈટર બોલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ચારણકા સોલાર પાર્કમાં આવેલા ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ સમાચારને શેર કરો