Placeholder canvas

મોટાભાઈ અને પિતાને નાનાભાઈના સસરાએ પાણીની લાઇન અને લાકડીથી ફટકાર્યા

વાકાનેરના કણકોટ ગામે પારિવારિક ઝઘડો ઉગ્ર બન્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે મોટાભાઈએ નાના ભાઈના પત્ની જેમ ફાવે તેમ બોલતા હોય અગાઉ બે ફડાકા મારવાનું કહ્યા બાદ સમાધાન માટે જતા નાનાભાઈના સસરા અને અન્ય એક પાડોસીએ પિતા – પુત્રને પ્લાસ્ટિકની પાણીની નળી અને લાકડી વડે માર માર્યો હતો.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિજુબેન વિપુલભાઈ ડાભીએ આરોપી એવા દેરાણી પાયલબેન વિજયભાઈ ડાભી તેના પિતા રઘુભાઈ વેલજીભાઈ વાઘેલા, તેનો પુત્ર વિપુલ રઘુભાઈ વાઘેલા રહે.રાજકોટ, ભરત ગાંગાડીયા રહે.ખેરવા અને પાડોશમાં રહેતા મુકેશ શામજી સારદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના દેરાણી પાયલબેન અગાઉ વિજુબેનના પતિ વિરુદ્ધ આરોપ લગાવતી હોય વિજુબેનના પતિએ પાયલને બે ફડાકા મારી દેવા જોઈએ તેવું કહેતા લાંબા સમયથી અલગ રહેતા પાયલબેન સાથે માથાકૂટ ચાલતી હતી.

દરમિયાન હોળીના દિવસે પાયલના પિતા રઘુભાઈ તથા તેનો ભાઈ વિપુલ અને માતા સહિતના લોકો આવ્યા હોય જુના ઝઘડામાં સમાધાન માટે પાયલબેનના માતા પિતા સાથે વાત કરવા જતા વિજુબેન સાથે દેરાણી પાયલે ઝપાઝપી કરી હતી અને પાડોશી મુકેશ અને ભરત આવતા તેને પણ કહ્યું હતું કે વિજુબેનને ધોકા મારવાની જરૂર છે, આમ ઝઘડો ઉગ્ર બને તે પૂર્વે વિજુબેનના પતિ સહિતના લોકો આવી જતા બધા ઘેર ચાલ્યા ગયા હતા.

બાદમાં ઘર નજીક હોળીના દર્શન માટે વિજુબેન જતા ત્યાં પણ દેરાણી પાયલે પથ્થર મારવા ઉગામ્યો હતો અને ત્યાર બાદ પાયલના પિતા, ભાઈ તેમજ પાડોશી મુકેશ સહિતના લોકોએ વિજુબેનના ઘેર આવી ઝઘડો કરી વિજુબેનના સસરા, પતિને પ્લાસ્ટીકની નળી અને લાકડાના ધોકા વડે માર મારતા આ મામલે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો