Placeholder canvas

વાંકાનેર: વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક વોડકા–બિયર સાથે એક પકડાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર વોડકા અને બિયરનો જથ્થો લઈને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીકથી રૂપિયા 40 હજારની કિંમતના બાઈક ઉપર મૂનવોક ઓરેન્જ વોડકા 10 બોટલ કિંમત રૂપિયા 3000 અને કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1000 સાથે નીકળેલા બાઈક ચાલક મહેશ કેસાભાઇ મેર રહે.હીરાણા, તા.થાન જિલ્લો સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મૂજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો