Placeholder canvas

વાંકાનેર: ખેડૂતો હવે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચી શકશે, નોંધણી કરાવવી ફરજિયાત

ખેડુતો હવે પોતાની ખેતપેદાશનું વેચાણ કરી શકશે એ માટે ખેડૂતોએ માર્કેટ યાર્ડ – વાંકાનેર ખાતે ફોન પર નોંધણી કરાવવી વાત છે જેથી ખેડૂતે સૌપ્રથમ માર્કેટિંગ યાર્ડમાં ફોન કરીને નોંધણી કરાવી લેવી, રવિવારના રોજ પણ નોંધણી પ્રક્રિયા ચાલુ રહેશે.

નોંધણી કરાવવા માટે ઘંઉ માટે 81282 27993, કપાસ માટે 96648 00272, જીરુ,વરીયારિ 95741 14552, ચણા,ધાણા તથા અન્ય તમામ 76007 09041 પર સંપર્ક કરવો.

સરકારશ્રીની સૂચના મુજબ યાર્ડ ખૂલ્યે, નોંધાયેલા ખેડુતોને ફોન કરી ક્રમવાર બોલાવવામાં આવશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તકેદારીના ભાગરૂપે યાર્ડ માં ફરજિયાત પણે માસ અથવા મોઢે રૂમાલ બાંધીને આવવાનું રહેશે, માલ સાથે ડ્રાઇવર અને એક જ વ્યક્તિને પ્રવેશ મળશે અન્ય કોઈને પ્રવેશ મળશે નહીં. છૂટક ખરીદનાર ગ્રાહકોને યાર્ડમાં પ્રવેશ મળશે નહીં. પોતાનું ઓળખકાર્ડ સાથે લાવવાનું રહેશે. યાર્ડ ખાતે આપવામાં આવતી સોશિયલ ડિસ્ટન્સિંગ અંગેની તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

આ સમાચારને શેર કરો