વાંકાનેર: રમઝાનમાં નાના બાળકો પણ રોજા રાખી રહ્યા છે.

વાંકાનેર લક્ષ્મીપરાની આઠ વર્ષની આરજુએ પવિત્ર રમજાન માસમાં આખો મહિનો રોજા રાખીને ખુદાની બંદગી કરી
વાંકાનેર: વાંકાનેરના લક્ષ્મી પરામાં રહેતા કુરેશી સરફરાજભાઈની દીકરી આરજુ એ આઠ વર્ષની ઉંમરમાં આખો મહિનો રોજા રહી ખુદાની બંદગી કરી છે

આજ રીતે વાંકાનેરના મિલપ્લોટમાં રહેતા રઉમાં હુશેનભાઈ અને શબનમબેનની માત્ર 4 વર્ષની દીકરી ઝેનબએ 27મી નું મોટુ રોજુ આ આકરા તાપમાં રોજુ રાખીને ખુદાની બંદગી કરી છે.

રમજાન માસમાં આવા આકરા તાપમાં મોટા લોકોને પણ રોજા રાખવામાં ભારે તકલીફ પડી રહી છે અને ઘણા લોકો તો તાપના કારણે રોજા રાખી પણ નથી શકતા ત્યારે નાના બાળકો પણ અલ્લાહને રાજી કરવા ભૂખ અને ખાસ કરીને તરસ બરદાસ કરીને રોઝુ રાખે છે તેમજ નમાજ પઢી રહ્યા છે.
સાથોસાથ હાલ કોરોના વાયરસ અંતર્ગત જ સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે ત્યારેે આવા નાના બાળકો પણ લોકો કોરોના વાયરસનો ભોગ ન બને તેવી દુુુવાા-પ્રાર્થના કરી રહયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો