skip to content

મોરબી: ફરી કોરોનાની એન્ટ્રીથી આરોગ્ય તંત્રમાં દોડધામ

60 વર્ષીય મહિલા મુંબઈથી આવ્યા હતા

મોરબી : લોકડાઉન-4 નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલા મોરબીમાં આજે ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે.જેમાં મુંબઈથી આવેલા વૃધ્ધાને કોરોના પોઝીટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને આ અંગે સઘન કામગીરી હાથ ધરી હતી.

મોરબી જિલ્લામાં અગાઉ મોરબી શહેર અને વાંકાનેરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. જો કે આ બન્ને દર્દીઓ રિકવર થઈ જતા તેઓને રજા પણ આપી દેવામાં આવી હતી. આમ મોરબીમાં કોરોનાનો હાલ એક પણ એક્ટિવ કેસ ન હતો. પરંતુ આજે એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મોરબીના વાવડી રોડ પર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા મહિલા ઉષાબેન ઘનશ્યામભાઈ (ઉ.વ. 60 )ને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ મહિલા મુંબઈથી આવ્યા હોવાનું વાત બહાર આવી છે.

હાલ આરોગ્ય વિભાગે આ વૃધ્ધા કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે સહિતની વિસ્તૃત તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક શંકાસ્પદ દર્દી નોંધાયો હતો. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે બાકીના 125 સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યું છે.

એસપી, આરોગ્ય અધિકારી, ડે. કલેકટર સહિતના ઘટના સ્થળે

મોરબીમા આજે કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, ડે. કલેકટર અને આરોગ્ય અધિકારી સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા. તંત્ર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથોસાથ ઘરોનો સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવા પાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના 60 વર્ષના વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર એલર્ટ થયું છે. પોઝિટિવ કેસની વિગતો જાહેર થતા વેંત જ એસપી ડો.કરનરાજ વાઘેલા, આરોગ્ય અધિકારી ડો. જે.એમ કતીરા, ડે. કલેકટર ખાચર, ડો.વારેવડીયા, ડીવાયએસપી, મામલતદાર, એલસીબી પીઆઇ, એ ડિવિઝન પીઆઇ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બીજી બાજુ આરોગ્ય કર્મચારીઓએ સ્થાનિક ઘરોનો સર્વે પણ શરૂ કરી દીધો છે. સાથે સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો