વાંકાનેર: આર.પી.જાડેજા આવવાની સાથે એક્શન મોડમાં.. દેરાળાના ખરાબમાંથી 26 પેટી અંગ્રેજી દારૂ પકડ્યો

બિનવારસી મળી આવેલ 180000ની કિંમતના અંગ્રેજી દારૂના આરોપીને પણ પકડી પાડયો

વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો કરણરાજ વાઘેલાની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક ડીજી ચૌધરીના માર્ગદર્શન મુજબ મોરબી જિલ્લામાં પ્રોહી અને જુગાર જેવી પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા માટે ડી.જી.પી ગુજરાત રાજ્ય તરફથી સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જેમની અનુસંધાને કામ કરવાની સૂચના થયેલ હોય.

જેથી વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજા તથા પીએસઆઇ બી.ડી.પરમાર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજાને ખાનગી રીતે બાતમી મળેલ કે લુણસર ગામ થી દેરાળા ગામ જવાના જૂના રસ્તા પર મયુરભાઈની બેલાની ખાણની નજીક આવેલા ખરાબા પાસેના વોકળામાં બાવળના કાંટામાં હીરાભાઈ અમરશીભાઈ બાવળીયા રહે રાજસ્થળીએ વેચાણ અર્થે અંગ્રેજી દારૂની પેટીઓ રાખેલ હોવાની બાતમી મળતા અને એ સ્થળે રાઇડ કરતા પરપ્રાંત્ય અંગ્રેજી દારૂની પેટીઓ મળી આવી હતી. જેમાં EPISOD CLASSIC WHISKEY for sale in hariyana only ની 750 એમએલ ની 312 બોટલ ભરેલી ૨૬ પેટીઓ મળી આવી હતી જેની કિંમત 93600 અને એક મોબાઇલ કિંમત રૂપિયા 5,000 કુલ મળીને રૂપિયા 98600 નો મુદ્દામાલ સાથે આરોપી હીરાભાઈ અમરસિંહભાઈ બાવળીયા રહે રાજસ્થળી ઉંમર વર્ષ 22 ની અટક કરી ને મુખ્ય આરોપી જૂગાભાઈ ધીરુભાઈ ધરજીયા રહે ગાંગીયાવદર જે રાઇડ દરમિયાન મળી આવેલ ન હોય આ બંને સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બે દિવસ પૂર્વે બિનવારસી મળી આવેલ 180000ની કિંમતનો અંગ્રેજી દારૂના આરોપીને પણ પકડી પાડયો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો