થાનમાં માટી કલાના કારીગરોને 10દિવસ તાલીમ આપવામાં આવી

By Jayesh Bhatasaniya -Tankara ગ્રામ ઉદ્યોગ સંસ્થા અને ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન KVIC સંયુક્ત ઉપક્રમે થાનમાં માટી કલા ના કારીગરોને 10દિવસ તાલીમ આપવામાં આવી હતી. સાથે તાલીમ લેનાર કારીગરોને પ્રમાણપત્ર. કારીગર કાર્ડ અને સંસ્થા દ્વારા આધુનિક ચાક વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું.

થાનગઢ એ માટી કલા ના કારીગરો નુ શહેર છે ત્યાં ગ્રામ ઉદ્યોગ ને હસ્તકલાની સુંદર માટી માથી ધર વપરાશ ની વસ્તુ ઉત્પાદન કરે છે. સાથે નવા કારીગરો ને તાલીમ અને માહિતી મળી રહે એ માટે KVIC ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન અને ગ્રામ ઉદ્યોગ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગત તારીખ 2 થી 11 દસ દિવસ સુધી ૨૦ જેટલા માટીકલા ના કારીગરોને તાલીમ આપવામાં આવી હતી અને હસ્તકલામાં નિપૂર્ણ થયેલા તમામ કારીગરોને આધુનિક ચાક અને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું

આ કાર્યક્રમ મા તાલિમ આપનાર દયાલજી પ્રજાપતિ ટંકારા જે માટી કલા ના કારીગરો પત્યે કુણી લાગણી રાખી પોતાના સ્વ ખર્ચે રાત દિવસ કારીગરો માટે અથાગ મહેનત કરે છે.સંસ્થાના અધિકારી વર્મા સાહેબ પંકજભાઈ ધરોડીયા દિનેશભાઈ જેઠવા દિનેશભાઈ થાનવાળા અરવિંદભાઈ સરવૈયા વસંતભાઈ. પ્રવીણભાઈ મુળીયા સહિતનાઓએ ટ્રેનિંગ આપવામા ભારે જહેમત ઉઠાવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો