વાંકાનેર: સબ રજીસ્ટ્રાર મહેતાની જામીન અરજી કોર્ટે ફગાવી

વાંકાનેરમાં જમીન મકાનના લે વેચનું કામ કરતા અરજદાર પાસેથી સબ રજિસ્ટાર કચેરીમાં ફરજ બજાવતા અને રાજકોટ રામકૃષ્ણ નગરમાં રહેતા કર્મચારી સંજયભાઈ કાંતિભાઈ મહેતાએ દસ્તાવેજ બનાવવા માટે જમીન મકાનના ધંધાર્થી પાસેથી રૂ.40 હજારની લાંચની માંગણી કરી હતી.જોકે રકઝકના અંતે રૂ.10 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું.અને તે જ વખતે અરજદારે સબ રજિસ્ટ્રારને રૂ.5 હજારની લાંચની રકમ આપી દીધી હતી. બાદમાં બાકીની રૂ.5 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. તેઓએ પણ જામીન માટે અરજી કરી હતી. પરંતુ તેઓની અરજી કોર્ટે ફગાવી દીધી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો